જાંબુઘોડા: વિકાસ સપ્તાહ અંતર્ગત જાંબુઘોડા મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા અધિકારી કર્મચારીઓ દ્વારા ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ જન વિશ્વાસ, સેવા અને સમર્પણના 24વર્ષની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત રાજ્યભરમા ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામા આવી છે.ઉજવણીના ભાગરૂપે જાંબુઘોડા મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા અધિકારીઓ કર્મચારીઓએ દેશને સમર્પિત રહેવા,પોતાના પહેલા દેશનો વિચાર કરવા,સમૃદ્ધ વારસાનું ગૌરવ કરવા,બંધારણીય મૂલ્યોના જતન કરવા,જ્ઞાતિ,ધર્મ કે જાતિના બંધનોમાથી મુક્ત રહેવા ભારત વિકાસ પ્રતિજ્ઞા આજે બુધવારના રોજ લીધી હતી