શહેરા: કમોસમી વરસાદથી થયેલા નુકસાનની સહાય આપવા ગોકળપુરા ગામના ખેડૂતે માંગ કરી
કમોસમી વરસાદથી ખેડૂતોના ખેતરમાં રહેલ ડાંગર સહિતના પાકને નુક્સાન જવાની ભીતિ વચ્ચે ખેડૂતો ચિંતામાં મુકાયા છે,બીજી તરફ ડાંગર નુકસાનના કારણે ઘાસ પણ ઓછું થઈ શકે તેવી શક્યતાને લઇને પશુપાલકો પણ ચિંતામાં મુકાઈ ગયા છે,ત્યારે પાક નુકસાની અંગે સર્વે કરાવી વહેલીતકે યોગ્ય સહાય મળે તેવી રાજ્ય સરકાર પાસે ખેડૂતો માંગ કરી રહ્યા છે.