ભિલોડા: વડા પ્રધાન મોદીના દીર્ગઆયુ માટે શામળાજી મંદિરમાં રાજોપચારી પૂજા.
યાત્રાધામ શામળાજી મંદિરે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ગઆયુ અને આરોગ્ય માટે વિશેષ રાજોપચારી પૂજાનું આયોજન કરાયું.મંદિર ટ્રસ્ટ દ્વારા કરાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં આઠ ભૂદેવો દ્વારા શામળિયા સન્મુખ યજ્ઞશાળામાં પૂજા વિધિ કરાઈ.ભગવાન વિષ્ણુ સન્મુખ રાજોપચારી પૂજાનું વિશેષ મહત્વ હોવાથી ભક્તોએ શ્રદ્ધાપૂર્વક હાજરી આપી.પ્રસંગે શાળાઓના બાળકોને પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું.