વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીની દીકરીએ વધાર્યું જિલ્લા અને રાજ્યનું ગૌરવ છે.તેજસ્વી વિદ્યાર્થીની વિધિ સિંહને પ્રતિષ્ઠિત 'પ્રાઇમ મિનિસ્ટર્સ ફેલોશિપ ફોર ડોક્ટરલ રિસર્ચ' એનાયત કરાયો.આણંદના વલ્લભ વિદ્યાનગરની પુણ્યધરા પર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના સંશોધન ક્ષેત્રે યુનિવર્સિટીની તેજસ્વી સંશોધક વિદ્યાર્થિની વિધિ સિંહને ભારત સરકાર દ્વારા આપવામાં આવતી દેશની અત્યંત " પ્રાઇમ મિનિસ્ટર ફેલોશીપ ફોર ડોક્ટરલ રિસર્ચ" એનાયત કરવામાં આવી છે.