આણંદ શહેર: આજે આણંદ જાગનાથ મહાદેવ ખાતે શિવપુરાણ કથાનો પ્રારંભ કરાવતા આણંદ જિલ્લા કલેકટર
આણંદના સ્વયંભૂ શ્રીજાગનાથ મહાદેવ મંદિર ખાતે આજે શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરાયો હતો. તે પૂર્વે બપોરે પોથી યાત્રાનું ધામધૂમથી આયોજન કરાયું હતું. મહંતશ્રી શુભમપુરી મહારાજ સહિત સંતો, અગ્રણીજનો અને ભાવિકજનો શ્રદ્વાભેર પોથી યાત્રામાં જોડાયા હતા.