મહુવા: જાહેર રજા કે શિક્ષણનો વેપાર? મહુવામાં સ્કૂલો ચાલુ રાખતા ઉઠ્યા સવાલો
આજે સમગ્ર દેશમાં અહિંસા અને કરુણાના પ્રતિક ભગવાન મહાવીરની જન્મજયંતિ નિમિત્તે જાહેર રજા ઘોષિત કરવામાં આવી છે. પરંતુ ભાવનગર જિલ્લાના મહુવામાં કેટલીક ખાનગી શાળાઓએ સરકારના આદેશને અવગણીને શિક્ષણ કાર્ય ચાલુ રાખ્યું હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. રજાના દિવસે પણ વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવામાં આવતા અનેક સવાલો ઊભા થયા છે. આખરે શું કારણ છે કે શાળાઓને સરકારના નિ