નડિયાદ: આનંદ ઉકાણીની નડિયાદ મહાનગરપાલિકાના બીજા ડેપ્યુટી કમિશ્નર તરીકે નિમણૂંક થઈ છે.
આનંદ ઉકાણીની નડિયાદ મહાનગરપાલિકાના બીજા ડેપ્યુટી કમિશ્નર તરીકે નિમણૂંક થઈ છે. તેઓ મૂળ અમદાવાદના છે અને અગાઉ અમરેલીમાં ડેપ્યુટી ઈલેક્શન ઓફીસર તરીકે ફરજ બજાવતા હતા. નડિયાદ DDIT કોલેજમાંથી તેમણે આઈ.ટી.નો અભ્યાસ કર્યો છે. તેઓ એન્જીનિયર બન્યા હતા, હૈદરાબાદ SEPમાં નોકરી કરી હતી, અને GPSC 2017માં 16મા રેન્ક સાથે પાસ કરી હતી. તેમનું મૂળ વતન સાવરકુંડલા છે.