બજાણા પાટડી રોડ પર આવેલ સહજાનંદ ગેસ સ્ટેશન ખાતે નોકરી કરતા સુનિલભાઈ કેડ રહે.પોરડા વાળાને નોકરી દરમ્યાન બ્લેક કલરની ક્રેટા ચાલકે ગેસ પંપ પર ગાડી ઉભી રાખી અને પૈસાની માંગણી કરી અને માર મારી રૂ.૪૪૦૦ રોકડા લઈ નાસી ગયેલ હતા બાદમાં સુનિલભાઈને વિરમગામ ખાતે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરેલ હતા જે બાદ તેઓને પાટડી પોલીસ મથકે લૂંટ અને મારમારીની ઘટના બાબતે ફરિયાદ નોંધાવતા ફરિયાદ ના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.