ભાવનગરના ઘોઘારોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક આર્ટિસ્ટ યુવતીએ તેના ઇન્સ્ટાગ્રામ મિત્ર નિત બારૈયા અને તેના અન્ય એક સાથી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીને ઇન્સ્ટાગ્રામ પર ગાળો આપવા બદલ બ્લોક કરી દીધો હતો, જેનો ખાર રાખીને રાત્રિના સમયે જ્યારે યુવતી તેના ફ્લેટ નીચે ઉભી હતી ત્યારે આરોપીઓએ ત્યાં આવી તલવાર અને લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં આરોપીઓએ યુવતીની એમ.જી. હેક્ટર કારના કાચ ફોડી નાખી મોટું નુકસાન કર્યું હતું.