મહુવા: કળસાર સબસ્ટેશન હેઠળના વિસ્તારોમાં આવતીકાલે વિજ પુરવઠો રહેશે બંધ
ભાવનગર જિલ્લાના કળસાર સબસ્ટેશન હેઠળ આવતા વિવિધ વિસ્તારોમાં આવતીકાલે તા. 03 જૂન 2026, બુધવારના રોજ જરૂરી સમારકામ અને જાળવણી કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી વિજ પુરવઠો અસ્થાયી રીતે બંધ રાખવામાં આવશે. વિજ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ જ્યોતિગ્રામ ફીડરમાં કળસાર જેજીવાય ફીડર તેમજ ખેતીવાડી (AG) ફીડરોમાં રત્નેશ્વર AG, વાલાવાવ AG, ત્રિવેણી AG, રાણી તળાવ AG અને કાટીકડા AG ફીડરોનો વિજ પુરવઠો કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ રહેશે. વિભાગે વધુમ