આજે તારીખ 14/01/2026 બુધવારના રોજ સવારે 9.30 કલાકે વહીવટી તંત્ર દ્વારા આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને સિંગવડ તાલુકાના છાપરવાડ ગામે લોકસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ગામના લોકો સાથે સીધો સંવાદ સાધી તેમના વિવિધ પ્રશ્નો, સમસ્યાઓ અને રજૂઆતો સાંભળવામાં આવી હતી.લોકસંવાદ દરમિયાન પાણી, રસ્તા, વીજળી, આરોગ્ય, શિક્ષણ, આવાસ સહિતના મુદ્દાઓ અંગે ગ્રામજનોએ પોતાની વાત રજૂ કરી હતી.