શહેરા: મોરવાહડફ ધારાસભ્ય નિમિષાબેન સુથારે પંચામૃત ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી
નાફેડના ચેરમેન,ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ પંચામૃત ડેરીમાં પુનઃ ચેરમેન તરીકે બિનહરીફ વરણી થતાં અને સતત પાંચમી વખત ચેરમેન પદનું સુકાન સંભાળવા બદલ મોરવાહડફ વિધાનસભાના ધારાસભ્ય નિમિષાબેન સુથારે શહેરાના ચાંદલગણ ખાતે જેઠાભાઈ ભરવાડ સાથે શુભેચ્છા મુલાકાત કરી અભિનંદન પાઠવ્યા હતા.