રાપર: PMના જન્મદિવસની ઉજવણી,રાપર તાલુકા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન,૩૩૧ કર્મચારીઓએ બ્લડ ડોનેટ કર્યું
Rapar, Kutch | Sep 16, 2025 ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણી અંતર્ગત રાજ્યભરમાં 300થી વધુ રક્તદાન શિબિરનું આયોજન આજે કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત રાપર સીએચસી ખાતે રાપર તાલુકા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા આજરોજ સવારે ૧૧ ના અરસામાં રક્તદાન શિબિર યોજાઈ હતી.રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના 238 શિક્ષકો, તલાટી મંડળના 15, એસટી ડેપોના 63 અને નગરપાલિકાના 15 કર્મચારીઓ સહિત કુલ 331 કર્મચારીઓએ સહભાગી થઈ બ્લડ ડોનેટ કર્યું હતું