ગાંધીનગરમાં ટાઈફોઈડ ના કેસોની સંખ્યામાં વધારો થતા સ્થાનિક વહીવટી તંત્ર એકશન માં આવ્યું છે.જ્યાં સફાલે જાગેલી પાલિકા પણ હવે પાણીના સેમ્પલ કલેક્ટ કરવા નીકળી છે.સેન્ટ્રલ ઝોન,લિંબાયત ઝોન અને ઉધના ઝોન વિસ્તારમાંથી દુષિત પાણીની અનેક ફરિયાદ મળતા પાલિકા તંત્ર પણ હવે મોડે મોડે હરકતમાં આવ્યું છે.ગાંધીનગરની જેમ સુરતમાં ટાઈફોઈડ ના કેસો ન વધે તે માટે આગોતરી તૈયારી તંત્ર તરફથી કરવામાં આવી રહી છે.જ્યાં હમણાં સુધી 4659 જેટલા સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા છે.