ફાઈનલ મુકાબલો શિવમ ડેડીયાપાડા ‘એ’ અને શિવમ ડેડીયાપાડા ‘બી’ ટીમો વચ્ચે રમાયો હતો. કૅપ્ટન દિવ્યેશ વસાવાની આગેવાની હેઠળની શિવમ ‘બી’ ટીમે ઉત્તમ રમતો પ્રદર્શન કરી પ્રતિસ્પર્ધી ટીમને માત આપીને ભવ્ય વિજય હાંસલ કર્યો હતો.ટીમના તમામ ખેલાડીઓના ખેલભાવના, શિસ્ત અને કૌશલ્યને સૌએ પ્રશંસા કરી હતી.વિજેતા શિવમ ડેડીયાપાડા ‘બી’ ટીમને આયોજકો અને ખેલપ્રેમીઓ તરફથી હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા.