લીલીયા: ધ બર્નિંગ કાર,ઘુમાડો નીકળતાં જ સેકન્ડોમાં CNG કાર સળગી ઉઠી,લીલીયાના ઢાંગલા ગામે કાર સળગી ઉઠી, કાર બળીને થઈ ખાખ
Lilia, Amreli | Oct 18, 2025 લીલીયા તાલુકાના ઢાંગલા ગામમાં દિવાળીની ખરીદી કરીને પરત ફરી રહેલા એક વ્યક્તિની કારમાં અચાનક આગ લાગી હતી. ધર્મેશભાઈ ભીખાભાઈ માંગુકીયા લીલીયા બજારમાંથી ખરીદી કરીને પોતાની CNG કારમાં બેઠા ત્યારે આ ઘટના બની હતી. કારમાં બેસતાની સાથે જ નીચેથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. સ્થાનિક લોકોએ કારચાલકને જાણ કરતા તેઓ તાત્કાલિક નીચે ઉતરી ગયા હતા.