રાપર: ગાયત્રી તીર્થ અંબાજી ખાતે યોજાયેલ પ્રકૃતિ મિત્ર એવોર્ડ કાર્યક્રમમાં રાપરના શિક્ષકને એવોર્ડથી સન્માનિત કરાયા
Rapar, Kutch | Sep 17, 2025 કિશનચંદ ટેકચંદ પરિવાર, ખેડબ્રહ્મા ના સૌજન્યથી શ્રી પ્રકૃતિ મિત્ર ગ્રુપ, ગુજરાત અને રિહેન એચ. મહેતા વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે ગાયત્રી તીર્થ, અંબાજી ખાતે 185 જેટલા પ્રકૃતિ મિત્રોને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્યશ્રી સરદારભાઈ ચૌધરી હાજર રહ્યા હતા.રાજ્યમાંથી 18 જિલ્લાના કુલ 185 જેટલા પ્રકૃતિ મિત્રોને પ્રકૃતિ મિત્ર એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.