રાજકોટ: વોર્ડ નંબર 6/Bમાં સફાઈ કામદારો સાથે થઇ રહેલ અન્યાય અંગે કામદાર યુનિયન લાલઘુમ, તાકીદે ઉકેલ લાવવા માંગણી
Rajkot, Rajkot | Nov 27, 2025 શહેરના વોર્ડ નંબર 6/Bમાં સફાઈ કામદારો સાથે કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતા અન્યાય અંગે આજે બપોરે 3:30 વાગ્યાની આસપાસ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડીયાએ તંત્રને રજૂઆત કરી સફાઈ કામદારોની સમસ્યાનો તાકીદે અંત લાવવા માગણી કરી હતી. સાથો સાથ તેમની સમસ્યાનો તાકીદે ઉકેલ લાવવામાં નહીં આવે તો આ મામલે ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી પણ આપી હતી.