માલપુર: માલપુરના મસાદરા ગામે પોસડોડાનો 28 લાખના મુદ્દામાલ સાથે જથ્થો ઝડપાયો.
માલપુર તાલુકાના મસાદરા ગામની સીમમાં બીનવારસી હાલતમાં રહેલી કારમાંથી પોસડોડાનો જથ્થો ઝડપાયો. કાર પર ભાજપનો ખેસ લગાવેલો હતો અને ગુજરાત-એમપી પાસિંગની અલગ નંબર પ્લેટ મળી આવી. કારમાંથી 15 કોથળા પોસડોડા, કુલ 278.300 કિલો વજનના, રૂ. 8.28 લાખની કિંમતના માલ સાથે કુલ રૂ. 28.28 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી.