શહેરા: ખટકપુર ગામની પ્રાથમિક શાળાઓમાં ૪૫૦ જેટલા બાળકોને તરાપો ફાઉન્ડેશન વડોદરા દ્વારા સ્વેટરનું વિતરણ કરાયું હતું
શહેરા તાલુકાના ખટકપુર ગામે આવેલી વક્તાખાંટ પ્રાથમિક શાળા અને બી.એ.બારીઆ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને કડકડતી ઠંડીથી રક્ષણ મળે તેવા હેતુસર તરાપો ફાઉન્ડેશન વડોદરાના સહયોગથી ૪૫૦ જેટલા સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ સમયે તરાપો ફાઉન્ડેશનના પ્રમુખ પરિતાબેન શુક્લા, સેક્રેટરી ભાવનાબેન ધોળકીયા તેમજ શાળા શિક્ષકો સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.