આજે સવારે 8:30 વાગ્યે પ્રાપ્ત થતી વિગતો મુજબ શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસેથી પસાર થતો એક બાઈક ચાલક અચાનક સ્લીપ થતા બાઈકમાં રહેલ દારૂની પોટલીઓ નીચે પડી જતા રસ્તા પર દારૂની રેલમછેલ જોવા મળી હતી. આમ છતાં કોઈપણ ખોફ કે ડર વિના તેણે રસ્તા પર પડેલી પોટલીઓ એકઠી કરી થેલામાં ભરી ત્યાંથી ચાલતી પકડી હતી. વાયરલ થયેલ વીડિયોના આધારે પોલીસ સ્ટાફે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.