રાપર તાલુકાના કુંભારિયા ગામની સીમમાં ઝાડમાં કપડું બાંધીને ગળેફાંસો ખાઇ લેતા અરેરાટી પ્રસરી ગઈ હતી.રાપર તાલુકાના કુંભારિયા ગામમાં રહેતી નીમુબેન જેસંગ કોલી, નામની ૧૭ વર્ષીય યુવતી ગામની સીમમાં ગળેફાંસો ખાઇ લઈ જીવન ટૂંકાવ્યું હતું.ગાગોદર પોલીસે કિશોરીનાં મોત અંગે નોંધ દાખલ કરી કયા કારણોસર યુવતીએ આ પગલું ભર્યું સહિતની બાબતે ધોરણસરની તજવીજ હાથ ધરી હતી.