મહુવા: ઉમણીયાવદર ગામની એકતા જીતીઃ લાંબા સમયથી ચાલતી માંગ પૂર્ણ, નેશનલ હાઈવે પર આખરે ‘કટ’ મંજૂર
ભાવનગર જિલ્લાના Mahuva તાલુકાના ઉમણીયાવદર ગામે આજે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. લાંબા સમયથી ચાલી રહેલી માંગ અને લોકોની સતત મહેનત બાદ આખરે નેશનલ હાઈવે પર ‘કટ’ મુકવામાં આવ્યો છે. ઉમણીયાવદર ગામના લોકોને તેમજ આજુબાજુના ગામોના અંદાજે 30 જેટલા ગ્રામજનો અને અનેક સરપંચોએ આ મુદ્દે એકતા દાખવી સતત પ્રયત્નો કર્યા હતા. અનેક રજૂઆતો અને મહેનત બાદ આજે તેમની માંગ સ્વીક