આજે આદિપુરથી અંજાર જતા અંજાર વિસ્તારના મુખ્ય પ્રવેશ દ્વાર એવા આશાબા વે બ્રિજ સહિતના વિસ્તારોમાં બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત ટ્રાફીક પોલીસ દ્વારા સ્થળ ઉપર રૂ. 19,200 દંડ વસુલ કરાયો હતો. 16 વાહનોને ડીટેઈન કરાયા હતા જ્યારે 39 જેટલા એનસી કેસ અને MV Act -185 -1 ફટકારવામાં આવ્યા છે.