બુધવારે સાંજે 5 વાગ્યે પોલીસ સૂત્રોથી મળતી માહિતી મુજબ સાબરકાંઠા SOG સ્ટાફ ATS ચાર્ટર સંબંધિત કામગીરી માટે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન SOG ટીમને પોશીના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનાના ફરાર આરોપી શંકર ભગાભાઈ ચૌહાણ ની ખાનગી બાતમી મળી હતી.ત્યારે બાતમી ના આધારે આરોપી ને ગોયા નાકાથી પોશીના બજાર તરફ જતા રોડ પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 ની કલમ -35 (1)(J) મુજબ અટકાયત કરવામાં આવી હતી.