આ નવી 9 મીટર લાંબી એસી મિનિ ઈ-બસો એક વખત ચાર્જ કર્યા પછી 180 કિલોમીટર સુધી દોડી શકે છે. બસમાં દિવ્યાંગજનો માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમાં ખાસ લિફ્ટિંગ સિસ્ટમ દ્વારા દિવ્યાંગ માટેની સીટને નીચે લાવી શકાય તેવી વ્યવસ્થા છે.જેથી તેઓ આરામદાયક રીતે ચઢી અને ઉતરી શકશે. ઉપરાંત, મહિલાઓ માટે અલગથી ચાર પિન્ક બેઠકની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તેઓ સુરક્ષિત અને આરામદાયક મુસાફરીનો આનંદ લઈ શકે.