પૂર્વ પત્નીને જેલમાંથી ફોન કરી નાસ્તા માટે ₹1,000 માગતા ના પાડતા ધમકી આપતા ફરિયાદ
Bhavnagar City, Bhavnagar | Nov 11, 2025
ભાવનગરના બોરતળાવ પોલીસ મથકે નોંધાયેલી વિગતો મુજબ, મિલિટરી સોસાયટી પ્લોટ નં. 92માં રહેતી એક મહિલાએ તેના પૂર્વ પતિ કિરણ સામે ફરિયાદ નોંધાવી છે. કિરણ હાલમાં એક ગુનામાં ભાવનગર જિલ્લા જેલમાં બંધ છે. તેણે જેલમાંથી ફોન કરીને નાસ્તા માટે ₹1,000 માંગ્યા હતાં. પૂર્વ પત્નીએ રૂપિયા નથી એવું કહતાં કિરણએ ગાળી અને આંતરડા કાઢી નાખવાની ધમકી આપી. જેના પગલે મહિલાએ બોરતળાવ પોલીસમાં ફરિયાદ નોંધવી.