માર્ગ અને મકાન વિભાગ દ્વારા જામનગર જિલ્લાના જામનગર તાલુકામાં આવેલા અગત્યના ગ્રામ્ય માર્ગ ટેભડા-ગોદાવરીની સપાટી સુધારણાનું કાર્ય સત્વરે હાથ ધરવામાં આવ્યું છે. ૮ કિમી ની લંબાઈ ધરાવતા આ માર્ગના નવીનીકરણ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. ૩.૨૫ કરોડનો જોબ નંબર મંજૂર કરવામાં આવ્યો છે.વરસાદના કારણે આ માર્ગની સપાટી અતિ ખરાબ હાલતમાં હતી, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.