લીંબડી: લીંબડી ધંધુકા હાઇવે પર આવેલી રામ રેસ્ટોરન્ટ ના કેમ્પસ મા થી જિલ્લા પુરવઠા અધિકારીએ ટીમ સાથે દરોડો પાડ્યો
જિલ્લા પુરવઠા અધિકારી ની ટીમે ને લીંબડી નજીક ગેસ સિલિન્ડર નુ અનઅધિકૃત રીતે વેચાણ થતું હોવાની બાતમી મળતા પુરવઠા અધિકારી એ જી ગજજરે તારીખ 26 નવેમ્બર સવારે 11 કલાકે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે લીંબડી નજીક દશરથભાઇ પાડલીયા તથા તેનો પુત્ર તેના પુત્ર કિશન દ્વારા ધંધુકા રોડે હોટલમાં ગેરકાયદે સંગ્રહ કરાયેલા 54 જેટલા ગેસ સિલિન્ડર જેમાં 16 ભરેલા અને 38 જેટલા ખાલી એમ 1.41 લાખના સિલિન્ડર અને એક વાહન કબજે કરી કાયદેસર ની કાર્યવાહી કરી હાથ ધરવામાં આવી છે