આગામી તા. 19-12-2025 ના રોજ ગાંધીધામ બાર એસોસીએશનની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ગાંધીધામ બાર એસો. દ્વારા મુખ્ય ચૂંટણી કમિશ્નર તરીકે એન.જે.તોલાણી અને ચુંટણી અધિકારીઓ તરીકે કે.ડી.પ્રસાદ અને જે.યુ.સોલંકીની નિમણૂંક કરવામાં આવી છે. આ અંગે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેનને પત્ર પાઠવી જાણ કરવામાં આવી છે.