શુક્રવારે ઉધના પોલીસે માહિતીના આધારે રોડ નંબર 4 પર આવેલ નહેરુનગર ઝૂંપડપટ્ટી માં છાપો માર્યો હતો.અહીં આવેલ ગલીમાં જાહેરમાં જુગાર રમતા સાબીર પઠાણ, મોસીન શેખ,અંશુલ તિવારી, મનોજ મારવાડી, દિનેશ બાવીસકર સહિત ધર્મેશ પાટીલની અટકાયત કરવામાં આવી હતી.જે ઈસમોની અંગ જડતી અને દાવ પરના મળી કુલ 41 હજારથી વધુની મત્તા મળી આવી હતી.જે ઇસમો સામે જુગારધારા ની કલમો હેઠળ ગુન્હો નોધી કાયદેસરની કાર્યવાહી ઉધના પોલીસે હાથ ધરી હતી.