ગોધરા: લોડીંગ વાહન બતાવી 30 હજાર લીધા છતાં ન પૈસા પાછા ન વાહન આપીને ગોધરાના ઈસમે ઠગાઈ કરતા શહેર બી ડિવિઝન પોલીસમથકે ફરિયાદ
લીમખેડા તાલુકાના ઘુમણી નિશાળ ફળીયાના દિનેશભાઈ માવીએ ગોધરા ઈદગાહ મહોલ્લાના સિરાજ ઐયુબ રેન્જર વિરુદ્ધ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ 25 ડિસેમ્બરે સિરાજે “અતુલ શક્તિ” લોડિંગ વાહન 1.70 લાખમાં વેચવાનું કહ્યું હતું. દિનેશભાઈએ 30 હજાર એડવાન્સ આપ્યા અને બાકી લોનથી કરાવી આપીશ એવું સિરાજે વચન આપ્યું, પરંતુ ન તો વાહન આપ્યું ન પૈસા પરત આપ્યા. વારંવાર સંપર્ક છતાં યોગ્ય જવાબ ન મળતા છેતરપિંડી થયાની ફરિયાદ કરી છે.