અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. પી.જી.ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન નાસતા ફરતા આરોપીઓને શોધી આપેલ સૂચનાને આધારે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનીકલ સર્વેલન્સ દ્વારા બાતમી મળી હતી કે અંકલેશ્વર પોલીસ મથકના ગુનાહિત વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપી રાજસ્થાનના જોધપુર ખાતે ફરી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.અને રાજસ્થાનના જોધપુરના રૂડકલી ખાતે રહેતો આરોપીને ઝડપ્યો હતો.