મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા આયોજિત ૪૫મો આંતર કોલેજ ખેલકૂદ મહોત્સવ “રમતરંગ” ૨૦૨૫-૨૬માં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ પાલિતાણાના વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કરી કૉલેજનું નામ રોશન કર્યું. કુલ ૧૬ વિદ્યાર્થીઓએ ભાગ લઈ ૮૦૦ મીટર દોડમાં મોરી જયદીપે બ્રોન્ઝ મેડલ, ૪×૧૦૦ મીટર રિલેમાં સિલ્વર તથા ૪×૪૦૦ મીટર રિલેમાં બ્રોન્ઝ મેડલ મેળવી નોંધપાત્ર સફળતા હાંસલ કરી.