‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વેળવા ગામે વૃક્ષારોપણ કરાયું,પર્યાવરણના જતન કરવા માટે સંકલ્પબદ્ધ થતાં ‘વેળવા’ ના ગ્રામજનો
Veraval City, Gir Somnath | Sep 26, 2025
ગીર સોમનાથ જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં જનભાગીદારી થકી સ્વચ્છતાનો ઉત્સવ ‘સ્વચ્છોત્સવ’ વેગવંતો બન્યો છે. જેમાં ગ્રામજનો પણ ઉત્સાહપૂર્વક ભાગીદારી નોંધાવી રહ્યાં છે.‘સ્વચ્છતા હી સેવા’ અને ‘એક પેડ મા કે નામ’કાર્યક્રમ અંતર્ગત વેળવા ગામે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે, ઉપસ્થિત સર્વેએ સ્વચ્છતા, શિસ્ત અને પર્યાવરણનું જતન કરવા માટે સંકલ્પબદ્ધતા દર્શાવી હતી.