વલસાડ: તાલુકા પંચાયત કચેરી ખાતે કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો, ૮ જૂથને રૂ. ૪૮ લાખની લોન અપાઈ
Valsad, Valsad | Oct 30, 2025 ગુરૂવારના 2:30 કલાકે યોજાયેલા કાર્યક્રમ ની વિગત મુજબ વલસાડ તાલુકા પંચાયત કચેરી ખાતે એન.આર.એલ.એમ. યોજના (નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન- રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન) અંતર્ગત કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.આ કાર્યક્રમ દરમિયાન કુલ ૮ જૂથોને રૂ. ૪૮ લાખ કેશ ક્રેડિટ લોન અને સારી કામગીરી કરતા બેંક મેનેજરશ્રી, બેંક સખી અને બીસી સખીને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.