રૈયા રોડ નજીક એક યુવક પર પાંચ હુમલાખોરો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ તમામ આરોપીઓની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી હતી. જેમાંથી, એક સગીર પર પોલીસ સ્ટેશનમાં જ પડ્યા પાથર્યા રહેતા શખ્સ દ્વારા અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. કાયદામાં સગીર પર બળજબરી કરવાની સ્પષ્ટ મનાઇ છે. તેમ છતાં અધિકારીઓની હાજરીમાં જ આ અમાનુષી કૃત્ય આચરવામાં આવ્યું હતું. ત્યારે જવાબદાર અધિકારીઓ સામે ક્યારે પગલાં લેવાશે તે જોવું રહ્યું.