શહેરા: ધી કે.એસ.સ્કૂલ ખાતે મોરવાહડફ જીલ્લા પંચાયત બેઠકનો નવા વર્ષનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો
પંચમહાલ જિલ્લાના મોરવા હડફમાં આવેલી ધી કે.એસ.સ્કૂલ ખાતે રાજ્યસભાના સાંસદ ડૉ.જશવંતસિંહ પરમારની અધ્યક્ષતામાં અને મોરવાહડફ ધારાસભ્ય નિમિષાબેન સુથારની ખાસ ઉપસ્થિતિમાં મોરવાહડફ જીલ્લા પંચાયત બેઠકનો નવા વર્ષનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો,જેમાં ઉપસ્થિત સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી આત્મ નિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત સંદેશો અપાયો હતો.