માંગરોળ: માંગરોળ માં ધોળા દિવસે ગ્રાહક બની આવેલો ટોપીધારી ઠગ 1.97 લાખના સોનાના દાગીના ચોરી ફરાર CCTV આધારે પોલીસે તપાસ શરૂ કરી
ધોળા દિવસે ગ્રાહક બની આવેલો ટોપીધારી ઠગ 1.97 લાખના સોનાના દાગીના ચોરી ફરાર; CCTV આધારે તપાસ શરૂ ગ્રાહકના સ્વાંગમાં સોનીની દુકાનમાં લાખોનો હાથફેરો ધોળા દિવસે પણ હવે તસ્કરો પોલીસને ચેલેન્જ ફેંકી રહ્યા હોય તેવી ઘટના સામે આવી છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે મુખ્ય બજારમાં આવેલી એક સોનીની દુકાનમાં દિવસે ચોરીની ઘટના બની હતી. ગ્રાહકના સ્વાંગમાં આવેલો એક અજાણ્યો શખ્સ દુકાનદારની નજર ચૂકવીને આશરે 1,97,640ની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરીને ફરાર થઈ ગયો