ગોધરા શહેરના પટેલવાડા વિસ્તારમાં ઘરઆંગણે પાર્ક કરેલ મોપેડ અજાણ્યા ચોરે ચોરી કરી લીધી. નીરવભાઈ સુખડીયાએ જણાવ્યું કે 9 ઑક્ટોબરે તેમણે મોપેડ સ્ટેરીંગ લોક કરીને રાખ્યું હતું, પરંતુ બીજા દિવસે સવારે તે ગુમ જોવા મળ્યું. આસપાસ શોધખોળ બાદ પણ વાહન ન મળતાં ચોરીની ખાતરી થઈ. અજાણ્યા ઈસમએ સ્ટેરીંગ લોક તોડી મોપેડ ઉઠાવી લીધી હોવાનું જણાયું. આ અંગે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે 15 ઑક્ટોબરે ફરિયાદ નોંધાવી છે.