હાલોલ: હાલોલના દેવ ડેમ ખાતે મગરના ભોગ બની મૃત્યુ પામેલા પરિવારજનોને ધારાસભ્યના હસ્તે 10લાખ રૂ.નો સરકારી સહાય ચેક અર્પણ કરાયો
હાલોલના દેવ ડેમ ખાતે પોતાના પશુને પાણી પીવડાવવા માટે ગયેલ ધોળીકુઇના આધેડ પ્રતાપભાઈ નાયક પર મગરે હુમલો કરી પાણીમા ખેચી લઇ જતા મોત નીપજ્યુ હતુ.બનેલી ઘટનામા ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર દ્વારા સરકારમા રજુઆત કરતા બનાવમા ભોગ બનનારના પરીવારને આજે સોમવારના રોજ બપોરે તાલુકા પંચાયત કચેરી ખાતે દસ લાખ રૂ.નો ચેક ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર,હાલોલના RFO સતીભાઈ બારિયા અને અધિકારીઓની ઉપસ્થિતિમાં અર્પણ કરાવમાં આવ્યો હતો