ગોધરા: જિલ્લા LCB પોલીસે શહેરાના ૨૩ વર્ષ જૂના રાયોટિંગના ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપી ને આણંદ ખાતે થી ઝડપી પાડયો
પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક , આર.વી.અસારી સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઇ દુધાત સાહેબ નાઓએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ ઇન્સ્પેકટર , એન.એલ. દેસાઈ એલ.સી. બી. ગોધરા નાઓએ એલ.સી.બી. સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓને નાસતા ફરતા વોન્ટેડ આરોપી ઓની ધરપકડ કરવા માટે ખાનગી બાતમીદારો રોકી જરૂરી કાર્યવાહી કરવા સુચના કરેલ.