પલસાણા: માત્ર 1066 લોકોની વસ્તી ધરાવતા પલસાણા તાલુકાના છેવાડાનું લાખણપોર ગામ દિવાળીમાં રોશનીથી ઝગમગી ઉઠ્યું.
Palsana, Surat | Oct 22, 2025 આ નાનકડું ગામ, જે સ્વચ્છતા અને હરિયાળી માટે જાણીતું છે, તેણે નવા વર્ષની પૂર્વ રાત્રે જાણે નવવધૂની જેમ સોળે કળાએ શણગાર કર્યો હોય તેમ દીવડાઓ અને રંગબેરંગી લાઇટિંગથી ઝળહળી ઉઠ્યું હતું. લાખણપોર ગામનું પ્રવેશદ્વાર અત્યંત આકર્ષક અને સુવ્યવસ્થિત છે. ગામમાં પ્રવેશતા પહેલાં અડધો કિલોમીટર લાંબો રસ્તો ઘટાદાર નાળિયેરીના વૃક્ષોથી શોભે છે, જે ગામની હરિયાળી અને નૈસર્ગિક સૌંદર્યને વધારે છે. આ ઉપરાંત, પ્રવેશદ્વારની બાજુમાં વટેમાર્ગુઓ માટે આરામ કરવાની સુવિધા છે.