ભાવનગર જિલ્લા પોલીસે આલ્કોલીક પ્રવાહી કોલા શીરપના ગેરકાયદેસર વેચાણ, ઇંગ્લીશ દારૂના બૂટલેગિંગ અને શરીરસંબંધી ગુનાઓમાં સંડોવાયેલા માથાભારે ઇસમો સામે પાસા (PASA) હેઠળ કડક કાર્યવાહી કરી છે. ગારીયાધાર, પાલીતાણા ટાઉન, દાઠા અને બોરતળાવ પોલીસ સ્ટેશનો દ્વારા તૈયાર કરાયેલી દરખાસ્તને જિલ્લા મેજિસ્ટ્રેટે મંજૂરી આપતા કુલ 6 આરોપીઓ સામે પાસા વોરંટ અમલમાં મૂકાઈ તેમને જુદી જુદી જેલ ખાતે મોકલવામાં આવ્યા