અંજાર: ભીમાસર ગામમાં યુવકની ઘાતકી હત્યાથી ચકચાર
Anjar, Kutch | Sep 15, 2025 આજે સવારે અંદાજિત સાત વાગ્યા પહેલાં અંજાર તાલુકાના ભીમાસર ગામમાં રેલવે સ્ટેશનવાળા રસ્તા પર ખુલ્લી જગ્યામાં અરુણકુમાર દેવ શાહુ નામના યુવકની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. અંજાર પોલીસે સરકાર તરફે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.