ગોધરા: શહેરાના મંગલપૂરના ઈસમ નું મેલણ નજીક બાઇક પરથી પટકાતાં અકસ્માત, ગોધરા સિવિલમાં ખસેડાયા
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મંગલપૂર ગામે રહેતા બારીયા ભારતસિંગ જયસિંગ કપડાંની ફેરીનો વ્યવસાય કરે છે. તેઓ આજે પોતાના કામ અર્થે બાઇક પર કપડાં લઈને મેલણ ગામે જઈ રહ્યા હતા. દરમિયાન, મેલણ ગામે મંદિર નજીક તેમનું બાઇક કોઈક કારણોસર સ્લીપ ખાઈ ગયું હતું, અને ભારતસિંગ બાઇક પરથી નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક આસપાસના લોકો દ્વારા તેમને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગોધરા સિવિલમાં હાજર તબીબે પ્