મહુવા: બેલંપર નાયરા પેટ્રોલ પંપ પર ડિઝલની અછતથી લોકોમાં રોષ, લાંબી કતારો વચ્ચે જથ્થો ખૂટ્યો#
મહુવા તાલુકાના બેલંપર ગામે આવેલ નાયરા પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડિઝલની અછતના કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. મોડી રાત્રે પેટ્રોલ અને ડિઝલનો જથ્થો પહોંચતા પંપ પર રાતોરાત લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. પેટ્રોલ અને ડિઝલ ભરાવવા માટે વાહનોની લાંબી લાંબી કતારો લાગી હતી. જો કે, લોકો હજુ પોતાની વારે ઇંધણ ભરી શકે તે પહેલાં જ અચાનક જથ્થો ખાલી થઈ જતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. કેટલાક લોકોએ આક્ષેપ કર્યો હતો કે પેટ્રોલ પંપ દ્વારા ભેદભાવ રાખીને