ભુજ: ડ્રગ્સના ગુનામાં ભુજના યુવક જામીન ફગાવાયા
Bhuj, Kutch | Oct 8, 2025 શહેરના ગણેશ નગરમાં રહેતા અને મૂળ બિહારના 35 વર્ષીય અમરકુમાર બહરૂયાદવ સામે 2 વર્ષ અગાઉ ભુજ એ ડિવિઝનમાં એનડીપીએસનો ગુનો દાખલ કરાયો હતો હાલ તે પાલારા જેલની કસ્ટડીમાં છે.આરોપીએ પોતાની દીકરીને પાંચ વર્ષ પૂર્ણ થયા હોઇ સમાજના રિવાજ પ્રમાણે મુંડન વિધિ કરવાની હોવાથી 15 દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા જેથી તપાસ કરતા તેમના પત્ની અને મકાનમાં ભાડે રહેતા અન્યનું નિવેદન લેવામાં આવ્યું હતું જેમાં તેઓએ આ પ્રસંગ બાબતે અજાણતા બતાવી અરજદારની હાજરી અનિવાર્ય નથી.