તાજેતરમાં ગુજરાત પોલીસ દ્વારા રાજયવ્યાપી ઓપરેશન મ્યુલ હન્ટ હાથ ધરવામાં આવ્યુ હતું તેમા સૌરાષ્ટ્રની ત્રણ રેન્જના તાબામા આવતા તમામ ૧૧ જિલ્લાઓમાં કુલ ૨૦૫૭ સાયબર ફ્રોડમાં ઉપયોગમાં લેવાયેલા અને પૈસાની લાલચમાં ભાડે આપવામાં આવેલા ૨૦૫૭ બેંક ખાતા પકડી પાડવમાં આવ્યા હતા આ કારસ્તાનનું એપી સેન્ટર જુનાગઢ અને જામનગર હોવાનો ઘટસ્ફોટ થયો છે. જામનગર જીલ્લામાં કુલ ૩૬૩ અને દ્વારકા જીલ્લામાં ૮૬ શંકાસ્પદ બેંક ખાતાઓની સધન તપાસ કરવામાં આવી છે. જામનગર ખાતે ૨.૨૩ કરોડનો સા