ગોધરા: લીલેસરા ગામ પાસે દાહોદ વડોદરા બાયપાસ હાઇવે પર અજાણ્યા વાહને બાઇકસવાર દંપતીને અડફેટે લેતા બાઈકચાલકનું મૃત્યુ
ગોધરા તાલુકાના લીલેસરા ગામ પાસે દાહોદ-વડોદરા બાયપાસ હાઇવે પર અજાણ્યા વાહનએ બાઇકસવાર દંપતીને ટક્કર મારી હતી. અકસ્માતમાં બાઈકચાલક ભરતભાઈ રાવતનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમની પત્ની સોનલબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંને લીમખેડા તાલુકાના અંધારી ગામના રહેવાસી હતા અને વડોદરા નોકરી માટે જઈ રહ્યા હતા. અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક ફરાર થઈ ગયો હતો. ભરતભાઈના ભાઈ શૈલેશભાઈ રાવતે ગોધરા બી ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ